રીઝર્વ બેન્કે રેપો રેટમાં 0.25% ટકાનો ઘટાડ઼ો કર્યો

રીઝર્વ બેન્કે રેપો રેટમાં 0.25% ટકાનો ઘટાડ઼ો કર્યો

રીઝર્વ બેન્કે રેપો રેટમાં 0.25% ટકાનો ઘટાડ઼ો કર્યો

Blog Article

ભારતીય રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની મોનિટરી પોલિસી કમિટીએ ગત સપ્તાહે રેપો રેટમાં 0.25% ટકાનો ઘટાડો કર્યો હતો. આ સાથે રેપો રેટ ઘટીને 6.50%થી 6.25% થયો છે. આ પહેલાં ફેબ્રુઆરી 2023થી રેપો રેટને 6.5% પર સ્થિર રાખવામાં આવ્યો હતો જેમાં કોઈ ફેરફાર કરાયા નહોતા. છેલ્લે 2020માં કોરોના મહામારી વખતે રેપો રેટમાં ઘટાડો કરાયો હતો પણ તેના પછી ધીમે ધીમે તેને વધારીને 6.50% કરી દેવાયો હતો.
જો કે વર્તમાન નાણાકીય વર્ષનો આર્થિક વિકાસ દર જે અગાઉ ૬.૬૦ ટકા રહેવાનો અંદાજ હતો તે ઘટાડી હવે ૬.૪૦ ટકાનો દર્શાવાયો છે, જ્યારે ફુગાવો ૪.૮૦ ટકા રહેશે એમ મલ્હોત્રાએ સરકારના અંદાજને ટાંકીને જણાવ્યું હતું. વર્તમાન વર્ષનો આર્થિક વિકાસ છેલ્લા ચાર વર્ષમાં સૌથી નીચો રહેવાની ધારણા છે. ગયા નાણાકીય વર્ષમાં આર્થિક વિકાસ દર ૮.૨૦ ટકા રહ્યો હતો. રેપો રેટ ઘટાડવા પાછળનું કારણ જણાવતા ગવર્નરે કહ્યું હતું કે, ફુગાવો ઘટયો છે અને અનાજ ઉત્પાદનની સાનુકૂળ સ્થિતિ તથા નાણાં નીતિ અંગે અગાઉના નિર્ણયોના પરિણામોને ધ્યાનમાં રાખતા ૨૦૨૫-૨૬માં ફુગાવો વધુ ઘટી રીઝર્વ બેન્કના ચાર ટકાના ટાર્ગેટ નજીક પહોંચશે.
કોઈએ 20 લાખ રૂપિયાની હોમ લોન લીધી હોય અને લોન પર વ્યાજ 8.5 ટકા હોય અને મુદત 20 વર્ષ માટે હોય, તો EMI 17,356 રૂપિયા હશે, પરંતુ RBI દ્વારા વ્યાજ દરમાં 25 બેસિસ પોઈન્ટ અથવા 0.25 ટકાનો ઘટાડો કર્યા પછી, લોનનો વ્યાજ દર 8.25 ટકા થઈ જશે. તેના આધારે 20 લાખ રૂપિયાની લોન પર માસિક EMI તરીકે માત્ર 17,041 રૂપિયા ચૂકવવા પડશે. એટલે કે દર મહિને 315 રૂપિયાની બચત થશે.

Report this page